loader

Breaking News


Home > Gujarat > ખેડૂતોની દેવામાફી અને મગફળી કૌભાંડ મુદ્દે PM મોદી કેમ ચૂપ, અમિત ચાવડાનો સવાલ


Foto

ખેડૂતોની દેવામાફી અને મગફળી કૌભાંડ મુદ્દે PM મોદી કેમ ચૂપ, અમિત ચાવડાનો સવાલ

Aug. 24, 2018, 11:38 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત યાત્રા દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં ખેડૂતો ઘણા લાંબા સમયથી દેવાના બોજ નીચે દબાયેલા છે તેમજ આપઘાતનું પ્રમાણ પણ વધી રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ખેડૂતોની દેવામાફી અંગે એક હરફ પણ ઉચ્ચાર્યો નથી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 4000 હજાર કરોડનું મગફળી કૌભાંડ થયું પરંતુ વડાપ્રધાન આ મુદ્દે સદંતર મૌન છે. તેઓએ કહ્યું હતું કે અગાઉ ચૂંટણીમાં 50 લાખ મકાનો બનાવવાનો વાયદો કર્યો હતો જે હજુ સુધી પૂરો કર્યો નથી. કેન્દ્ર સરકાર પર આક્ષેપ કરતા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે સત્તામાં આવીને દેશ બદલવાની વાત કરનાર ભાજપ દેશ તો ના બદલી શકી પરંતુ અગાઉની યુપીએ સરકારની યોજનાઓના નામ બદલીને ગેમ ચેન્જર નહિ પરંતુ નેમ ચેન્જર બની છે.