loader

Breaking News


Home > Gujarat > પત્નિની દાઢી મુછોથી કંટાળેલા પતિએ માગ્યા છુટાછેડા, કોર્ટે ફગાવી અરજી


Foto

પત્નિની દાઢી મુછોથી કંટાળેલા પતિએ માગ્યા છુટાછેડા, કોર્ટે ફગાવી અરજી

June 18, 2018, 1:23 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : અત્યારસુધી આપણે પતિ-પત્નીના છૂટાછેડાંનું કારણ દહેજની માંગણી , મારપીટ, પતિ-પત્ની ઔર વો જેવાં કિસ્સા સાંભળ્યા હશે પરંતુ , ગઈકાલે એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો જેમાં પતિએ કરેલી છૂટાછેડાની અરજી કોર્ટે ના-મંજૂર કરી નાખી છે કોર્ટે એવું કારણ આપ્યું કે પતિએ અરજી કર્યા બાદ મુદતોમાં ગેરહાજર રહેતો હોવાથી આવી અરજીઓ ગ્રાહ્ય ના રાખી શકાય, પતિએ એવું કારણ આપીને છૂટાછેડાંની માંગણી કરી હતી કે "પત્નીને દાઢી-મૂંછ આવે છે" ઉપરાંત તેનું વર્તન, સ્વભાવ પણ પુરુષો જેવાં હોવાનો આક્ષેપ કરીને છૂટાછેડાની દાદ માંગતી અરજી કોર્ટમાં કરી હતી.સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર અમદાવાદમાં રહેતા એક શખ્શે પોતાના એક સગાના કહેવાથી રાજસ્થાનમાં એક યુવતીને જોવા ગયા હતાં ત્યાં આ શખ્સે યુવતીનું મોઢું જોવાની માંગણી કરી હતી જોકે ત્યારે લોકોએ અમારે ત્યાં આવો રિવાજ નથી કહીને મોઢું જોવાની ના પાડી દીધી હતી, ત્યારબાદ એકલા મળવાની ઈચ્છા વ્યકત કરી હતી ત્યારેપણ સમાજમાં આવા રિવાજ નથી એમ કહીને ના કહીં હતી.બાદમાં અચાનક શખ્સની સગાઇ તે યુવતી સાથે કરવાં આવી હતી અને બાદમાં અચાનક લગ્ન તેનાં લેવાઈ ગયા લગ્નમાં પણ ઘુંઘટો હોવાથી સ્પષ્ટ રીતે તે યુવતીનું મોઢું ના જોઈ શક્યો જયારે પહેલી વાર તે યુવતીને જોઈ ત્યારે તે ક્લીન શેવ અને મેકઅપમાં હતી.ત્યારબાદ યુવાન શખ્સ 7 દિવસ માટે નોકરી હોવાથી ઘરની બહાર રહ્યો હતો. ત્યારબાદ સળંગ 15 દિવસ તે યુવતી તેની સાથે રોકાતાં યુવાનને ખ્યાલ આવી ગયો હતો કે તેની પત્નીને પુરુષો જેવી દાઢી-મૂંછ આવે છે

તેણે આની વાત તેના સાસરિયાઓને કરી હતી જોકે લગ્ન થઇ ગયાં બાદ તેની સાથે જ રહેવું પડશે એમ કહી વાત ટાળી દીધી હતી. તેના થોડા દિવસ બાદ પતિને બદલી કેન્દ્ર શાસિત પ્રદેશ ખાતે થતાં યુવતી સાથે ટુકડે ટુકડે એક વર્ષ સાથે રહ્યો હતો, ત્યાં પણ તેની પત્ની તેને ત્રાસ આપતી હતી અને પછી અચાનક તે પોતાનાં પિયર ચાલી ગઈ હતી.

આ સમયગાળા દરમિયાન તે શખ્સે તે યુવતીનાં પિયરિયાં સાથે અવત કરી પરંતુ કાંઈ વળ્યું નહિ, આથી યુવાન પતિએ કંટાળીને ફેમિલી કોર્ટમાં પોતાની પત્નીને દાઢી મૂંછ આવે અને તેનું વર્તન, સ્વભાવ પણ પુરુષો જેવાં હોવાની પણ રજુઆત કરતી છૂટાછેડાંની અરજી આપી હતી તેની સામે તે પુરુષની પત્નીએ પણ પતિ સામે દહેજની માંગણી અને શારીરિક માનસિક ત્રાસ આપે છે એવી સામ-સામેં ફરિયાદ નંધાવી હતી.

આ કેસમાં પરિણીતાનાં પતિને એક વર્ષની અંદર કોર્ટે અનેક વાર મુદ્દત આપી હોવાં હાજર ના રહેતાં તેની અરજી કોર્ટે રદ કરી નાખી હતી