loader

Breaking News


Home > Gujarat > શું દેશમાં મોદીની પડતીની શરૂઆત ગુજરાતથી થશે?


Foto

શું દેશમાં મોદીની પડતીની શરૂઆત ગુજરાતથી થશે?

Oct. 11, 2018, 11:34 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : દેશમાં કોંગ્રેસ બાદ સૌથી મોટી પાર્ટી જો કોઇ હોય તો તે ભાજપ છે. ગુજરાતમાં ભાજપ છેલ્લા બે દાયકાથી છે અને દેશમાં એક માત્ર રાજ્ય કે જ્યા ભાજપને સૌથી વધુ સમય રાજ કરવાનો અવસર મળ્યો છે. ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળ ભાજપે ઘણી નામના મેળવી છે. જે રાજ્યથી બહાર નિકળીને નરેન્દ્ર મોદી પીએમ પદ ઉપર બિરાજમાન થયા તે રાજ્યમાં આજે પરપ્રાંતિઓ પર થઇ રહેલા હુમલાઓથી ગુજરાત સિવાયનાં અન્ય રાજ્યોમાં પીએમ મોદીની પ્રતિષ્ઠા દાવ ઉપર મુકાઇ ગઇ છે. આજે જનતામાં પણ આ વિષયની ચર્ચાએ જોર પકડ્યુ છે કે શું દેશમાં ભાજપની પડતીની શરૂઆત ગુજરાતથી થશે?દેશમાં લોકસભાની ચુંટણીનો માહોલ તૈયારી થઇ રહ્યો છે, ત્યારે દેશની દરેક પાર્ટીઓ જનતાનાં હિતેચ્છુ બનવવાનો પૂરો પ્રયત્ન કરતી જોવા મળી રહી છે. રાજ્યમાં ભાજપ હાલ તમામ 26 બેઠકો ધરાવે છે ત્યારે કોંગ્રેસ તેમાં ગાબડું પાડીને 12 થી 14 બેઠકો જીતવાની તૈયારી કરી રહી છે ત્યારે ભાજપ પણ તમામ 26 બેઠકો જાળવી રાખવાનાં મૂડમાં છે. જો કે હવે ભાજપ બધી જ બેઠકો જીતે તેવી કોઈ શક્યતા જોવા નથી મળી રહી. વિધાનસભા ચૂંટણી બાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભાજપ વિરોધી માહોલ બન્યો છે. આવતા વર્ષે થનારી લોકસભાની ચુંટણીને ધ્યાને લઇને હવે દેશની જનતા પણ સવાલો કરતી બની છે કે સાહેબ ક્યારે આવશે અચ્છે દિન.

આ વખતે ગુજરાતની જનતાનો મિજાજ ભાજપની તરફેણમાં નહી પરંતુ તેના વિરોધમાં વધુ દેખાઇ રહ્યો છે. દેશમાં 2014ની ચુંટણીમાં ભાજપનાં જંગી વિજય બાદ દેશની જનતાએ ભાજપ સરકાર પર ઘણી આશાઓ રાખી હતી, પાયાનાં પ્રશ્નોના નિરાકરણમાં ભાજપ કોઇને કોઇ પગલા લેશે તેવી લોકોની મોદી સરકારથી અપેક્ષાઓ હતી. 2014માં જ્યારે ભાજપને જીત મળી ત્યારે તે જીતને ભાજપની જીત ન બતાવતા મોદીની જીત વધુ બતાવવામાં આવી હતી, 2014માં મોદીની અચાનક લહેર આવવાથી દેશમાં ભાજપ સરકારની જગ્યાએ મોદી સરકારનાં નારા લાગવા લાગ્યા હતા. તેમાં ખાસ કરીને અબકી બાર મોદી સરકાર. જો કે આજની પરિસ્થિતિ 2014થી કંઇક અલગ જ છે. જો કે ગુજરાતની વાત કરવામા આવે તો રાજ્યમાં કોંગ્રેસ સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પા઼ટણ, આણંદ, છોટા ઉદેપુર બેઠકો જીતી શકે છે જયારે ભાજપ વડોદરા, રાજકોટ, અમદાવાદ, ભાવનગર જેવી શહેરી બેઠકો જીતી શકે તેવો અંદાજ કાઢવામાં આવ્યો છે.