loader

Breaking News


Home > Gujarat > પાટીદારોને થયેલ અન્યાય મુદ્દે વિધાનસભાનું એકદિવસીય સત્ર બોલાવવાની માંગ કરવામાં આવશે : વીરજી ઠુમ્મર


Foto

પાટીદારોને થયેલ અન્યાય મુદ્દે વિધાનસભાનું એકદિવસીય સત્ર બોલાવવાની માંગ કરવામાં આવશે : વીરજી ઠુમ્મર

May 29, 2018, 3:56 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ભાજપ દ્વારા કોંગ્રેસનાં ધારાસભ્ય વિરજી ઠુમ્મરનાં પૂતળા દહન મામલે ભાજપનાં કાર્યકરો સામે વિરજી ઠુમ્મરે અમરેલી જિલ્લા પોલીસ વડા(એસપી) સમક્ષ ફરિયાદ નોંધાવી છે. તો, વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ ભાજપનાં કાર્યકરો સામે પગલા લેવા પોલીસને અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પર તાજેતરમાં વિવાદીત નિવેદન આપ્યા બાદ ભાજપનાં કાર્યકર્તાઓએ વિરજી ઠુમ્મરનાં પૂતળાનું દહન કર્યું હતું અને જોરદાર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જેને લઇ કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મર અને પરેશ ધાનાણીએ પણ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતાં.

પાટીદાર ન્યાય મહાપંચાયતને અનુલક્ષીને વીરજી ઠુમ્મર આજે વિપક્ષી નેતા પરેશ ધાનાણીને મળ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે પાટીદારો સાથે જે અન્યાય થયો છે તેની ચર્ચા કરવા માટે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવા માટે માંગ કરવામાં આવશે.