loader

Breaking News


Home > Gujarat > 80 ટકા નોકરીઓ સ્થાનિક યુવાઓને આપવાનો કાયદો લાગુ કરીશું : વિજય રૂપાણી


Foto

80 ટકા નોકરીઓ સ્થાનિક યુવાઓને આપવાનો કાયદો લાગુ કરીશું : વિજય રૂપાણી

Sept. 27, 2018, 11:12 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : સ્થાનિક યુવાનોને નોકરી અને રોજગારની વધુ તકો પુરી પાડવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર 80 ટકા નોકરીઓ સ્થાનિક યુવાનોને આપવા માટેનો કાયદો લાગુ કરશે. ખાનગી કંપનીઓની સાથે સાથે પબ્લિક ક્ષેત્રની કંપનીઓ પણ સ્થાનિક યુવાનોને નોકરી આપવાના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે.

અમદાવાદમાં યુવા તાલીમ કાર્યક્રમમાં નોકરીના પ્રમાણપત્રો વિતરણ કરતી વખતે રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સ્થાનિક યુવાનોને વધુ નોકરી અને રોજગારીની તકો આપવા માંગે છે. ખાનગી કંપનીઓ અને જાહેર ક્ષેત્રના કેન્દ્રો અને રાજ્ય સરકારની કંપનીઓ સ્થાનિક યુવાનોને રોજગારના નિયમનું પાલન નથી કરી રહી . ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની કંપનીઓમાં 80% સ્થાનિક યુવાનોને રોજગારી આપવા માટે સરકાર ટૂંક સમયમાં જ કાયદા રજૂ કરશે. આ નિયમનું ઉલ્લંઘન કરતી કોઈપણ કંપનીને જીએસટી અને વેટના લાભથી વંચિત કરવામાં આવશે.