loader

Breaking News


Home > National > શું હવે રેલ્વેમાં કોન્ટ્રાક્ટ ઉપર ભરતી થશે શરૂ? જાણો પૂરી હકીકત


Foto

શું હવે રેલ્વેમાં કોન્ટ્રાક્ટ ઉપર ભરતી થશે શરૂ? જાણો પૂરી હકીકત

July 11, 2018, 12:32 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : રેલ્વે ભરતીમાં થઇ રહેલા ખરાબ સમયને રોકવાના હેતુસર રેલવે દ્વારા રેલવે ભરતી બોર્ડથી અલગ થઇને કોન્ટ્રાક્ટ ઉપર ભરતીની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય રેલ્વેએ ચોક્કસ કેટેગરીમાં કોન્ટ્રાક્ટ ભરતી માટે તેના બારણા ખોલી દીધા છે.



ચાવીરુપ ક્ષેત્રોમાં સ્ટાફની અછતને પહોંચી વળવાનાં હેતુસર પ્રવર્તમાન જગ્યાઓને લઇને આ હિલચાલ હાથ ધરવામાં આવી છે. રેલ્વે તંત્રમાં નવા પ્રાણ ફૂંકવા માટે નિવૃત્ત થઇ ચુકેલા કર્મચારીઓની સેવા લેવાનો પણ નિર્ણય કરાયો છે. આ કર્મચારીઓ સ્ટીમ એન્જિન, વિન્ટેજ કોચ, સિગ્નલ જેવી જુની સંપત્તિઓને જાળવવા માટેની જવાબદારી સંભળાશે. એક વરિષ્ઠ રેલવે અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, જુના લોકો સ્ટીમ એન્જિન જેવી ચીજાની જાળવણી માટે તાલીમ મેળવી ચુકેલા છે જેથી આ કામ માટે તેમને કોન્ટ્રાક્ટ ઉપર લેવામાં આવી શકે છે. ઝોનલ અધિકારીઓને લાયકાત ધરાવતા નિવૃત્ત કર્મચારીઓને નિમવા માટેનાં અધિકાર આપી દેવામાં આવ્યા છે. આનાથી જુની હેરિટેજ આઈટમોને સારી રીતે જાળવી શકાશે. રેલવેની અનેક ઓફિસોમાં સ્ટેનોગ્રાફર અને પીએની કમી જોવા મળી રહી છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે રેલવે દ્વારા કોન્ટ્રાક્ટ ઉપર સ્ટેનોગ્રાફરની નિમણૂંક કરવા માટેનાં આદેશ જારી કરાયા છે. આમા નિવૃત્ત થઇ રહેલા અથવા તો નિવૃત થઇ ચુકેલા અધિકારીઓની મદદ પણ લેવામાં આવશે.