loader

Breaking News


Home > National > ટૂંક સમયમાં બંધ થઇ જશે SBI નાં કરોડો ATM કાર્ડ, જાણો કારણ


Foto

ટૂંક સમયમાં બંધ થઇ જશે SBI નાં કરોડો ATM કાર્ડ, જાણો કારણ

Aug. 13, 2018, 11 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનાં ગ્રાહકોએ જલ્દી પોતાનું ATM કાર્ડ બદલવું પડશે. SBI એ પોતાનાં ટ્વીટર હેન્ડલ પર આ બાબતે માહિતી આપી છે. SBI નું કહેવું છે કે જે ગ્રાહકોની પાસે જુના મેજીસ્ટ્રેપ ડેબીટ કાર્ડ છે તેને જલ્દી બદલાવવું પડશે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના જણાવ્યાં મુજબ જુનું કાર્ડ બદલીને ગ્રાહકોએ ઇએમવી ચીપ વાળું ડેબીટ કાર્ડ લેવું પડશે જેની ડેડલાઈન નક્કી કરવામાં આવી છે. જો ગ્રાહક ડેડલાઈનથી પહેલા પોતાનું ATM કાર્ડ નહિ બદલાવે તો તેઓ ATM થી ટ્રાન્ઝેક્શન નહી કરી શકે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ATM કાર્ડ બદલવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં નહી આવે અને આ બિલકુલ મફત હશે.