loader

Breaking News


Home > National > ઉન્નાવ પછી હવે યુપીમાં BJP ધારાસભ્યના પુત્ર પર લાગ્યો રેપનો આરોપ, પીડિતાએ કહ્યું મળે છે હત્યાની ધમકી


Foto

ઉન્નાવ પછી હવે યુપીમાં BJP ધારાસભ્યના પુત્ર પર લાગ્યો રેપનો આરોપ, પીડિતાએ કહ્યું મળે છે હત્યાની ધમકી

May 9, 2018, 12:33 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ઉત્તર પ્રદેશ : ઉન્નાવ બાદ હવે ઉત્તર પ્રદેશમાં BJP ધારાસભ્યના પુત્ર પર રેપનો આરોપ લાગ્યો છે. ઉત્તર પ્રદેશનાં શાહજહાંપૂરમાં એક યુવતીએ ભારતીય જનતા પાર્ટીનાં ધારાસભ્યનાં પુત્ર પર રેપનો આરોપ લગાવ્યો હતો. હવે આ યુવતી આરોપી પર કાર્યવાહી કરવાની માંગ સાથે કલેકટર ઓફિસે ધરણા પર બેસી છે.

જો કે થોડા સમય બાદ અધિકારીઓએ ઝડપી કાર્યવાહી કરવાનું વચન આપીને ધરણા ખતમ કરાવી દીધા હતા. ત્યારબાદ પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે તેને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે.

પીડિતાનાં વકીલ અવધેશ સિંહે જણાવ્યું હતું કે આરોપીનાં લોકોએ પીડિતાના ઘરમાં ઘૂસીને ધમકી આપી હતી કે તે ફરિયાદ પરત લઇ લે નહી તો તેની હત્યા કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઉન્નાવમાં પણ ભાજપનાં ધારાસભ્ય દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.