loader

Breaking News


Home > Gujarat > ‘મી એન્ડ મમ્મી’ હોસ્પિટલનાં ગાયનેકોલોજીસ્ટે મહિલાને ચેમ્બરમાં બોલાવી આચર્યુ દુષ્કર્મ


Foto

‘મી એન્ડ મમ્મી’ હોસ્પિટલનાં ગાયનેકોલોજીસ્ટે મહિલાને ચેમ્બરમાં બોલાવી આચર્યુ દુષ્કર્મ

Sept. 7, 2018, 12:48 p.m.
      Whatsapp   

માનવમિત્ર, સુરત : સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહિલાએ શહેરનાં જાણીતા ગાયનેકોલોજિસ્ટ પર સારવાર દરમિયાન દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. શહેરનાં નાનપુરમાં આવેલી 'મી એન્ડ મમ્મી' નામનાં હોસ્પિટલનાં ગાયનેકોલોજિસ્ટ ડો. પ્રફુલ દોષી સામે પરિણીતા નિસંતાન મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.



મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે,"ડો.પ્રફુલ દોષી પાસે મારી પુત્ર પ્રાપ્તિની સારવાર ચાલી રહી હતી. તેમણે મને પહેલા ઇન્જેક્શ આપ્યું અને તે બાદ ચેમ્બરમાં બોલાવી હતી. ડોક્ટરે પહેલા મારી સાથે વાતો કરીને ત્યાર બાદ મારી સાથે જબરદસ્તી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે ડો.પ્રફુલ્લ દોષી સામે ૩૭૬નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહિલાને પણ તબીબી તપાસ માટે સુરત સિવિલ હોસ્પટિલમાં લઇ જવામાં આવી છે. પોલીસ હાલ હોસ્પિટલનાં સ્ટાફ અને પરિણીતાનાં પરિવાર સાથે પૂછપરછ કરી રહી છે. આ મામલે પોલીસ પહેલા આ હોસ્પિટલમાં આવો કોઇ બનાવ બન્યો છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરી રહી છે. બનાસકાઠામાં પણ થોડા દિવસ પહેલા એક પરિણીતા પર સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી હતી. પરિણીતાએ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. થરાદ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ થરાદ તાલુકાનાં ભુરિયા ગામની પરિણિતા બીમાર પડતા બાજુનાં કમાલી ગામે ડો.રામભાઈને ત્યાં સારવાર અર્થે ગઈ હતી. જ્યા ડો.રામભાઈએ તેને બેહોશીનું ઈન્જેક્શન આપી તેની સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ પરિણીતાએ કર્યો છે.