loader

Breaking News


Home > Sports > મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામી પર બનેશે ફિલ્મ


Foto

મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામી પર બનેશે ફિલ્મ

Sept. 19, 2017, 7:06 p.m.
      Whatsapp   

સચિન તેંડુલકર અને મહેન્દ્રસિંહ ધોનીના જીવન પર ફિલ્મો બનાવ્યાં પછી, મહિલા ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ઝુલન ગોસ્વામીના જીવન પર ફિલ્મ બનાવવા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે.

મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામી પર એક ફિલ્મ બનવા જઇ રહી છે જેનુ નામ ચાકદહ એક્સપ્રેસ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મ 2017ના વિશ્વ કપમાં ઝુલનનાં આક્રમક બોલીંગને દર્શાવશે. ફાઇનલમાં જે મહેનત સાથે ભારત આવ્યું અને તેમાં ઝુલનનાં આક્રમક બોલીંગનું પ્રદર્શન કેવું રહ્યુ તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવશે. જો કે ફાઇનલમાં ટીમ ઇંડિયા વિશ્વકપ જીતવામાં ચૂકી ગયું હતુ.

આ ફિલ્મનું નિર્દેશન સુશાંત દાસ કરશે. ફિલ્મની સ્ક્રીપ્ટ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુશાંત દાસે જણાવ્યું કે ફિલ્મ માટે અમે બોલીવુડની ઘણી લાંબી કદની અભિનેત્રીઓ સાથે વાર્તાલાભ કરી છે. જો કે અત્યારે હુ કોઇ અભિનેત્રીનું નામ જણાવી નહી શકુ કારણ કે હજુ કરાર પર હસ્તાક્ષર થવાના બાકી છે. પરંતુ એટલુ જરૂર કહીશ કે બોલીવુડના મોટા નામો સાથે અમારી ચર્ચા ચાલુ છે. તેમને આશા છે કે આ ફિલ્મ ઘણા યુવાનોને પ્રેરણા આપશે. વધુમાં તેમણે જણાવ્યુ કે મહિલા ક્રિકેટર પર બનનાર આ પ્રથમ ફિલ્મ હશે. અમે ફિલ્મની શૂટીંગ એ દરેક જગ્યાએ કરીશુ જ્યાં ઝુલન ક્રિકેટ રમી ચૂકી છે.

હાર્દિક શાહ