loader

Breaking News


Home > Gujarat > મહિલા દિવસ : રાજ્યમાં બે વર્ષમાં ૧૩,૫૭૪ મહિલાઓ ગુમ, સરકાર - પોલીસ તંત્ર મહિલા સુરક્ષા પ્રત્યે તદ્દન ઉદાસીન


Foto

મહિલા દિવસ : રાજ્યમાં બે વર્ષમાં ૧૩,૫૭૪ મહિલાઓ ગુમ, સરકાર - પોલીસ તંત્ર મહિલા સુરક્ષા પ્રત્યે તદ્દન ઉદાસીન

March 8, 2018, 12:49 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : આજે વિશ્વ મહિલા દિન નિમિતે રાજ્ય સરકાર જોરશોરથી ઉજવણી કરશે પણ પણ હકીકતમાં કંઇક જુદું દ્રશ્ય ઉપસી આવ્યું છે જે ચિંતાજનક છે. ગુજરાત સરકારનાં આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૧૩,૫૭૪ મહિલાઓ ગુમ થઇ છે. આ આંકડા વિધાનસભામાં રજુ કરવામાં આવ્યાં હતા. એક બાજુ સરકાર મહિલા સુરક્ષા અને કન્યા કેળવણીની મોટી મોટી વાત કરી રહી છે ત્યારે રાજ્યમાં દીવા તળે અંધારાની સ્પષ્ટ રીતે જોવા મળે છે.

રાજ્યમાં મોટા મહાનગરોમાં મહિલાઓ ગુમ થયાની વધુ વધુ ફરિયાદો નોંધાઈ છે. અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં ૨૯૦૮ મહિલાઓ,સુરતમાં ૨૬૨૬ મહિલાઓ,રાજકોટમાં ૧૧૭૭ મહિલાઓ,ગાંધીનગરમાં ૬૩૦ મહિલાઓ ગૂમ થઇ હતી. એક સમય એવો હતો કે રાજ્યમાં મહિલાઓ રાત્રે પણ એકલી અવરજવર કરી સકતી હતી જો કે હવે પોલીસ અને સરકારની નિષ્ક્રિયતાને કારણે ડનો માહોલ ઉપસી આવ્યો છે. આ ઉપરાંત મહિલાઓનાં અપહરણની જેમ બાળકોનાં અપહરણની ઘટનાઓ વધી ગઈ છે જેને નાથવામાં ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર તદ્દન નિષફળ નીવડ્યું છે.