loader

Breaking News


Home > National > દેશમાં મહિલા સેક્સ વર્કરનાં આંકડામાં થયો ચોંકાવનારો વધારો


Foto

દેશમાં મહિલા સેક્સ વર્કરનાં આંકડામાં થયો ચોંકાવનારો વધારો

June 9, 2018, 11:07 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભારતમાં મહિલા સેક્સ વર્કરોનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. જો કે આ આંકડાઓ વિશેની માહિતી હંમેશા જારી થતી રહી છે. હવે એક નવા અભ્યાસમાં દાવો કરાયો છે કે, ભારતમાં ઓછામાં ઓછી ૮.૬ લાખ મહિલા સેક્સ વર્કરો સક્રિય છે. આંધ્રપ્રદેશમાં સૌથી વધારે ૧.૫૬ લાખ સેક્સ વર્કરો સક્રિય છે.



દેશની રાજધાની દિલ્હીમાં પણ આ સંખ્યા ઓછી નથી. દિલ્હીમાં આ સંખ્યા ૬૧૦૦૦ની આસપાસની છે. દિલ્હી નિવાસી વેદપાલ દ્વારા દાખલ કરવામાં આવેલી આરટીઆઈ અરજીનાં જવાબમાં કેન્દ્રિયિ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ઉપયોગી માહિતી જારી કરવામાં આવી છે. જવાબમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૦૦૯ની મેપિંગ ગણતરી મુજબ દેશમાં કુલ ૮.૬ લાખ મહિલા સેક્સ વર્કરો સક્રિય છે. તે પૈકી આશરે ૧૯ ટકા મહિલાઓ સેક્સ વર્કર તરીકે નોંધાયેલી નથી. મંત્રાલય તરફથી આપવામાં આવેલા જવાબમાં કહેવામાં આવ્યું છે કે, સ્ટેટ એઇડ્‌સ કંન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ દેશમાં કુલ ૬.૯૬ લાખ રજિસ્ટર્ડ મહિલા સેક્સ વર્કર તરીકે છે. આ આંકડા રાજ્યો પાસેથી મળેલી માહિતીનાં આધાર પર છે પરંતુ નોંધણી માટેનાં નવા નિયમો મુજબ આ સંખ્યા વધારે હોઇ શકે છે.

મંત્રાલય તરફથી આપવામાં આવેલા જવાબ મુજબ સેક્સ વર્કરો માટે રજિસ્ટ્રેશન કરવાની બાબત ફરજિયાત રહી નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી હવે આ પ્રકારની શોષિત મહિલાઓને સુવિધા આપવા માટે પગલાઓ લેવામાં આવી રહ્યા છે જેમાં ઇન્ટરવેન્સન કાર્યક્રમ સામેલ છે. નાકો તરફથી પણ કેટલાક પ્રયાસ ચાલી રહ્યા છે. જુદી જુદી પ્રકારની બિમારીઓ અને અન્ય સમસ્યાઓને રોકવા માટે સહાયતા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.