loader

Breaking News


Home > National > દેશની મોટાભાગની સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષકથી ચલાવવામાં આવી રહ્યુ છે કામ


Foto

દેશની મોટાભાગની સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષકથી ચલાવવામાં આવી રહ્યુ છે કામ

Sept. 20, 2018, 1 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દેશભરમાં કેટલીક સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક સાથે કામ ચલાવવામાં આવે છે. ભારતમાં એક લાખથી વધુ સ્કૂલો એવી છે જેમાં માત્ર એક જ શિક્ષક છે. આ સંદર્ભમાં અહેવાલ સંસદમાં રજૂ કરવામાં આવ્યા બાદ ચિંતાજનક ચિત્ર સપાટી ઉપર આવ્યું છે.



ભારતનાં શિક્ષણના સ્તરને લઇને ચિંતાજનક આંકડા સપાટી ઉપર આવ્યા છે. એક શિક્ષકને લઇને ચિત્ર ખુબ જ જટિલ બનેલું છે. દેશભરમાં ૧,૦૫,૬૩૦ સરકારી પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલો આવેલી છે. મધ્યપ્રદેશનું સૌથી નિરાશાજનક ચિત્ર રહ્યું છે જ્યાં સ્કૂલો પૈકી ૧૭,૮૭૪ સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક છે જ્યારે ઉત્તરપ્રદેશ પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોની સંખ્યાનાં મામલામાં બીજા સ્થાને છે. અહીં ૧૭,૬૦૨ સ્કૂલોમાં એક જ શિક્ષક છે અને ઘણી બધી ક્લાસો માટે શિક્ષકોની ભૂમિકા અદા કરે છે. ઉત્તરપ્રદેશ બાદ રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ઝારખંડ જેવા રાજ્યો રહેલા છે.

માનવ સંશાધન વિકાસ મંત્રાલયના વાર્ષિક અહેવાલમાં આ મુજબની વાત કરવામાં આવી છે. જુનિયર પ્રધાન ઉપેન્દ્ર કુશવાહ દ્વારા રજૂ કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, કોઇપણ રાજ્ય શિંગલ સ્કૂલ ટીચરથી ખુશ હોઈ શકે નહીં. કેન્દ્ર શાસિત પ્રદેશોની સ્થિતિ સારી રહી છે. બે કેટેગરીમાં કોઇપણ સિંગલ ટીચર સ્કૂલો દિવ અને દમણ અને પોંડીચેરી, ચંદીગઢ અને લક્ષ્યદ્વીપમાં રહી નથી.