loader

Breaking News


Home > Health > વૃદ્ધાવસ્થાને આવતી અટકાવવા અને યૌવનને ટકાવવા કરો આ કામ


Foto

વૃદ્ધાવસ્થાને આવતી અટકાવવા અને યૌવનને ટકાવવા કરો આ કામ

Oct. 10, 2018, 10:57 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આપણે જે ઉપચારથી દીર્ઘ જીવન જીવી શકીએ, અને જે ઉપચારથી યૌવનને લંબાવી શકાય, અથવા વાર્ધકયને આવતું અટકાવી શકાય, થોડું દૂર ધકેલી શકાય, તેને આયુર્વેદિય પરિભાષામાં ‘વયઃ સ્થાપન’ અથવા ‘રસાયન’ કહેવામાં આવે છે. સુશ્રુત આર્યુર્વેદનાં પ્રાચીન સર્જ્યન હતા. તેમણે પોતાના મહાગ્રંથ ‘સુશ્રુત સંહિતા’માં આવા એક ઉપચારનું નિરૂપણ કર્યું છે.શીતળ જળ, દૂધ, મધ અને ઘી આ ચાર દ્રવ્યોનો ઉપયોગ પુરુષની શારીરિક દૈહિક પ્રકૃતિ અનુસાર નિરન્ન કોષ્ઠે એટલે કે નરણે કોઠે કરવાનો છે. આમાંથી દરેક દ્રવ્યનો અલગ અલગ ઉપયોગ કરી શકાય. બબ્બે ત્રણ-ત્રણ કે ચારેનો ભોગ ઉપયોગ પણ કરી શકાય. આ માટે સુશ્રુતનાં પ્રસિદ્ધ ટીકાકાર ડલ્કણનું કહેવું એમ છે કે એકથી વધારે દ્રવ્યનો ઉપયોગ કરવો હોય તો તેનું પ્રમાણ વિષમ રાખવું જાઈએ. વાયુ પિત્તાદિ દૈહિક ભેદથી આ ઔષધ દ્રવ્યોનો ઉપયોગ કેવી રીતે કરવો ? એ વિશે ડલ્હણાચાર્ય જણાવે છે કે, જેમની શારીરિક પ્રકૃતિ વાયુ, પિત્ત અને કફ એમ ત્રણેય સમય અવસ્થાવાળી હોય, તેમને સવારે પ્રાતઃકાળે નિરન્ન એટલે કે નરણા કોઠે શીતળ જળ પીવું જોઈએ. જેમની દૈહિક પ્રકૃતિ પિત્તપ્રધાન હોય તેમણે નરણા કોઠે શીતળ જળ પીવું જોઈએ, તેમણે નરણા કોઠી શીતળ દૂધ પીવું જાઈએ. જેમની વાયુ પિત્તાદિ બે બે દોષવાળી પ્રકૃતિ હોય તેમણે વાયુ પિત્તાદિ દોષાનુસાર બે-બે દ્રવ્યોનો ઉપયોગ નરણે નિરન્ન કોઠે કરવો જોઈએ. સવારે નરણા કોઠે શીતળ જળ પીવું, તેને આયુર્વેદમાં ઉષઃ પાન કહેવામાં આવે છે.

ઉત્તમ સ્વાસ્થ્ય જાળવી રાખવા માટેનો આ પ્રયોગ આયુર્વેદીય સ્થસ્થવૃત્ત વિશિષ્ટચર્યા છે. અને આ ઉપચાર પ્રયોગ બીજી ઉપચાર પદ્ધિતોણાં જાવા મળતો નથી. આપણે ત્યાં ઘણાં લોકો રાત્રે અગાસીમાં મૂકી રાખેલા તામ્રપાત્રમાંના એટલે કે તાંબાનાં લોટામાં રાખેલું પાણી સવારે નરણા કોઠે પીતા હોય છે, પરંતુ આયુર્વેદનાં મૂળ ગ્રંથોમાં સવારે નરણા કોઠે માત્ર શીતળ જળ તો સમ પ્રકૃતિવાળા માટે જ સૂચવ્યું છે. આપણે ત્યાં સમ પ્રકૃતિવાળા કેટલા દસ હજારે એક પણ નહીં. એટલે સવારે માત્ર શીતળ જળ જ નહીં, પરંતુ ઉપર જણાવ્યા પ્રમાણે પોતાની દૈહિક પ્રકૃતિ અનુસાર ઔષધ દ્રવ્યનો સવારે નરણા કોઠે ઉપયોગ કરવાથી યૌવનને લંબાવી શકાશે. અથવા વૃદ્ધાવસ્થાને આવતી અટકાવી શકાશે.

ઘરગથ્થુ ઉપચાર ગંઠોડામાં ‘દીપન’ અને ‘પાચન’ એવા બે ઉત્તમ ગુણો છે. દીપનનો અર્થ જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર અને પાચનનો અર્થ થાય આહારને પચાવનાર. આમ ગંઠોડા ભૂખ પ્રજ્વલિત કરે છે અને પાચનક્રિયા સુધારે છે એટલે જેમને ભૂખ ન લાગતી હોય, અજીર્ણ જેવું રહેતું હોય, પેટ ભારે રહેતું હોય, તેમણે ગંઠોડાનો ઉપયોગ કરવો. સારી જાતનાં ગંઠોડા ગાંધીને ત્યાંથી લાવી તેને ખૂબ ખાંડી બારીક ચૂર્ણ બનાવી બાટલી ભરી લેવી. સવારે નરણાં કોઠે થોડું દૂધ અથવા પાણી સાથે, પા ચમચી જેટલું આ ગંઠોડાનું ચૂર્ણ લેવાથી ઉપર્યુક્ત તકલીફો મટી જશે.