loader

Breaking News


Home > Bollywood > દિશા પટની કરશે સાઉથની ફિલ્મોમાં કામ


Foto

દિશા પટની કરશે સાઉથની ફિલ્મોમાં કામ

Aug. 2, 2018, 11:17 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : અભિનેત્રી દિશા પાટની લ્વિર સ્ક્રીન પર સંઘમિત્રાની નવી ભૂમિકા અદા કરનાર છે. દિશાને સાઉથની મેગા બજેટની ફિલ્મ હાથ લાગી ગઇ છે. ફિલ્મ સંઘમિત્રા માટે તેની પસંદગી કરવામાં આવી છે. આ ફિલ્મની સાથે તે દક્ષિણ ભારતની ફિલ્મમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. પહેલા આ ફિલ્મ જુલાઇમાં ફ્લોર પર જનાર હતી પરંતુ હવે ફિલ્મનુ શુટિંગ એક મહિના આગળ વધારી દેવામાં આવ્યુ છે.



ફિલ્મમાં દિશા પાટની સંઘમિત્રાની ભૂમિકામાં નજરે પડનાર છે. સુન્દર સીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મની પટકથા યોદ્ધા રાજકુમારીની છે. તેલુગુમાં બની રહેલી આ ફિલ્મનુ બજેટ ૩૫૦ કરોડ રૂપિયા રાખવામાં આવ્યુ છે. દિશાએ આ ફિલ્મ પહેલા જ સ્વીકારી ચુકી છે. જા કેફિલ્મના નિર્માણને લઇને ચોક્કસ ચર્ચા જાવા મળી હતી. આ ફિલ્મને એસ એસ રાજમૌલીની બાહુબલીની જેમ જ બનાવવામાં આવનાર છે. સંગામિત્રા પણ બે ભાગમાં રજૂ કરવામાં આવનાર છે.