loader

Breaking News


Home > Health > વર્કિંગ વુમન માટે બ્યુટીપાર્લરમાં આપેલો થોડો સમય વરદાનરૂપ


Foto

વર્કિંગ વુમન માટે બ્યુટીપાર્લરમાં આપેલો થોડો સમય વરદાનરૂપ

July 11, 2018, 11:12 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સૌંદર્યની કોઈ નિશ્ચિત પરિભાષા નથી. દરેક વ્યક્તિની સુંદરતા આંકવાનો દ્રષ્ટિકોણ જુદો જુદો હોય છે. કોઈ આંખોમાં, કોઈ તીખી નાકમાં, કોઈ ગોરા રંગમાં તેને વર્ણિત કરે છે. થોડા શબ્દોમાં કહી શકાય કે આંખોને જે ગમે અને વહાલુ લાગે એ જ સૌંદર્ય છે.



સુંદરતા માટે ઘણા પ્રકારની ક્રિમ, સુગંધી તેલ, જડીબુટ્ટીઓનો ઉપયોગ થતો રહ્યો છે. વર્તમાન સમયમાં એ જ બધી વસ્તુઓની પરિષ્કૃતરૂપ બ્યુટીપાર્લરમાં જોવા મળે છે. પરંતુ આજે પણ પાર્લરને લઈને ઘણા લોકોનાં મનમાં ઘણી માન્યતાઓ છે. એક માન્યતા એ છે કે બ્યુટીપાર્લર ફાલતુ ખર્ચ છે, શ્રીમંતોનો શોખ અને સમયની બરબાદી છે. આ એક હકીકત છે કે એક નિશ્ચિત વય પછી ચહેરાની ત્વચા લટકી જાય છે. બ્યુટીપાર્લરમાં નિયમિતરૂપે મસાજ, ફેશિયલ, ક્લીનઅપ, બ્લીચ, હિના વગેરે પ્રક્રિયાઓમાંથી પસાર થવાથી ચહેરા પર કાંતિ, ત્વચામાં ચમક અને વાળમાં રોનક આવી જાય છે. ખાસ કરીને વર્કિંગ વુમન પોતાના પર વધુ ધ્યાન નથી આપી શકતી, પરંતુ બ્યુટીપાર્લરમાં થોડો સમય તેમના માટે વરદાન સાબિત થાય છે. તેઓ આવતા થોડા દિવસો માટે ફ્રેશ થઈ જાય છે અને તેમની અંદર એક આત્મવિશ્વાસ જાગે છે.

ત્વચા કેવી છે ? વાળ પર કેવી સ્ટાઈલ આપણને સૂટ થશે. બ્યુટીશિયન પ્રશિક્ષિત અને એક્સપર્ટ છે કે નહીં ? બ્યુટીપાર્લરનાં રેટ વ્યાજબી છે કે પછી આપણા પૈસા ફાલતૂ વેડફાઈ રહ્યા છે? વિશ્વાસ કરો કે યોગ્ય પાર્લર તમારા સૌંદર્યનાં રક્ષક છે. આજે આ બ્યુટીપાર્લરનો જ કમાલ છે કે શોપિંગ મોલ, બસોમાં મુસાફરી કરતા, ઓફિસમાં કામ કરતી સ્ત્રીઓ આટલી ભાગદોડભરી જિંદગીમાં પણ સુંદર દેખાય છે. આજકાલ સાધારણ દેખાવવાળો ચહેરો સજી-ધજીને સ્માર્ટ લુક આપવા લાગ્યો છે. ઘણી ટ્રીટમેન્ટ હર્બલ હોય છે જેનાથી કોઈ નુકસાન થતું નથી.