loader

Breaking News


Home > Sports > વર્લ્ડ કપ જીતાડનાર ખેલાડી આજે કરી રહ્યો છે પોલીસની નોકરી, જાણો શું છે કારણ


Foto

વર્લ્ડ કપ જીતાડનાર ખેલાડી આજે કરી રહ્યો છે પોલીસની નોકરી, જાણો શું છે કારણ

April 5, 2018, 5:37 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ક્રિકેટ એક એવી રમત જે આજે સમગ્ર વિશ્વમાં પ્રચલિત છે. દુનિયાનાં મોટા ભાગનાં દેશમાં આ રમત લોકપ્રિય બની છે. ક્રિકેટ ટીમમાં પોતાનું સ્થાન મેળવવા કરોડો લોકો ખુબ મહેનત કરતા હોય છે. ઘણા ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહે છે તો ઘણા સ્થાન મેળવ્યા બાદ ખોવાઇ પણ જાય છે. તેવો જ એક કિસ્સો ભુવન ચંદ હરબોલાનો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ 1996નાં અંડર-16 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર ભુવન ચંદ હરબોલા તાજેતરમાં ઉત્તરાખંડ પોલીસમાં હેડ કોંન્સ્ટેબલની નોકરી કરે છે.




હરબોલા એક ઓલરાઉડંર ખેલાડી હતા અને સારુ ક્રિકેટ રમતા હોવાના કારણે તેમને 1996માં અંડર-16 ઈંન્ડિયન ક્રિકેટ ટીમમાં પસંદગી પામ્યા હતા. 1996માં ઈંગ્લેન્ડમાં થયેલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમે રેકોર્ડ બ્રેક જીત મેળવી હતી. હરબોલાનું પ્રદર્શન મેચમાં ઘણુ સારુ રહ્યુ હતુ. તેમણે સેમીફાઇનલમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ 23 બોલમાં 45 રન બનાવ્યા હતા અને ફાઇનલ મેચમાં 19 બોલમાં 29 રન બનાવ્યા હતા. સુત્રોનાં જણાવ્યાં મુજબ તેમના સારા પ્રદર્શનનાં કારણે ભારત વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યુ હતુ. સારા પ્રદર્શન આપ્યા બાદ પણ તેમને આગળ રમવાનો મૌકો ન મળ્યો. ત્યારબાદ 2006માં હરબોલાએ પોલીસની નોકરી જોઇન કરી હતી. અત્યારે તે ઉત્તરાખંડ પોલીસમાં હેડ કોંન્સ્ટેબલની નોકરી કરી રહ્યા છે.