loader

Breaking News


Home > Gujarat > રાજ્યમાં આદિવાસી વોટબેંક પર મજબુત પક્કડ જમાવવા ભાજપ ઉજવશે વિશ્વ આદિવાસી દિવસ


Foto

રાજ્યમાં આદિવાસી વોટબેંક પર મજબુત પક્કડ જમાવવા ભાજપ ઉજવશે વિશ્વ આદિવાસી દિવસ

Aug. 3, 2018, 11:16 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : કોંગ્રેસની પરંપરાગત વોટબેંક ગણાતા આદિવાસી સમાજ પર ભાજપ પક્કડ જમાવી રાખવા માટે ગુજરાત સરકાર ૯ ઓગષ્ટે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ધૂમધામથી મનાવશે. પ્રતિભાશાળી આદિવાસીઓનાં સન્માન અને તેમનાં લોક્દેવતાઓની પૂજા સાથે જળ, જમીન અને જંગલની માંગ પણ બુલંદ કરવામાં આવશે.

ઉત્તર ગુજરાતનાં અંબાજીથી લઈને દક્ષિણ ગુજરાતનાં ઉમરગામ સુધીનાં સાડા ચાર હજાર ગામોમાં વસતા લગભગ ૯૦ લાખ આદિવાસીઓ સામાન્ય રીતે કોંગ્રેસની પરંપરાગત વોટબેંક રહી છે. પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી, પૂર્વ કેન્દ્રીય મંત્રી નારણ રાઠવા, તુષાર ચૌધરી, પૂર્વ સાંસદ પ્રભા તાવીયાડ, ધારાસભ્ય અશ્વિન કોટવાલ વગેરે કોંગ્રેસનાં ચર્ચિત નેતાઓ રહ્યાં છે પરંતુ અમરસિંહનાં નિધન બાદ આ સમુદાય પર કોંગ્રેસની પક્કડ ઢીલી પડી છે.

વર્ષ ૨૦૧૨ માં આદિવાસીઓએ ખુલીને ભાજપનાં સમર્થનમાં મતદાન કર્યું હતું. ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતની આદિવાસી બહુમતી ધરાવતી બેઠકો પર સર્વાધિક ૮૦ ટકા મતદાન થયું તેમજ ૭૫ ટકાથી વધુ બેઠકો ભાજપનાં ફાળે આવી હતી.