loader

Breaking News


Home > Sports > વિશ્વનાં સૌથી ધનિક ક્રિકેટ બોર્ડે ખેલાડીઓને નાણાં આપવામાં બતાવી ઠીલાસ


Foto

વિશ્વનાં સૌથી ધનિક ક્રિકેટ બોર્ડે ખેલાડીઓને નાણાં આપવામાં બતાવી ઠીલાસ

Oct. 17, 2018, 12:11 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ બોર્ડ(બીસીસીઆઈ) વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ ગણવામાં આવે છે. પરંતુ હાલમાં જે વાત સામે આવી છે તે ખરેખર ચોંકવનારી છે. રણજી રમનાર ક્રિકેટરોને છેલ્લા ૨ સીઝનની મેચ ફી મળી નથી.



એક તરફ ટીમ ઇન્ડિયાનાં ખેલાડીઓ પર બોર્ડ ધનની વરસાદ કરી રહી છે અને બીજી તરફ ઘરેલું શ્રૃખંલામાં રમનાર ખેલાડીઓને યોગ્ય અને જરૂરી પૈસા પણ મળી રહ્યા નથી. રણજી રમનાર ક્રિકેટરોને ૨૦૧૬- ૧૭ની ફી હજી સુધી મળી નથી. આ અંગે એવું કહેવામાં આવી રહ્યું છે કે, સુપ્રિમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલ બીસીસીઆઈની ઓર્ગેનાઇઝડ સમિતિ(સીઓએ) અને વિવિધ રાજ્યનાં ક્રિકેટ સંઘ વચ્ચે લોઢા સમિતિની ભલામણો લાગુ કરવાનાં કારણે વિવાદ ચાલી રહ્યો છે.

દર વર્ષે આશરે ૫૦૦થી વધુ ખેલાડીઓ ઘરેલું ક્રિકેટમાં ભાગ લેતાં હોય છે. આ અંગે નેશનલ ક્રિકેટ એકેડમીનાં ચેરમેન એન શાહ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઘણાં ખેલાડીઓને તો છેલ્લા બે વર્ષની મેચ ફી મળી નથી. તેમના અનુસાર, રણજી ખેલાડીઓને મેચનાં હિસાબે રૂ. ૧૦ હજાર પ્રતિદિવસનાં મળે છે જેમાંથી ૧૦ ટકા રકમ બીસીસીઆઈ દ્વારા આપવામાં આવે છે. ૨૦૧૫-૧૬ની ફી ચુકવવામાં આવી છે, જ્યારે ૨૦૧૬-૧૭ની ફી બાકી છે. બાકી રકમની ચુકવણી થવી જોઇએ. સીઓએ અને રાજ્ય એસોશિએશનનાં વચ્ચે લોઢા સમિતિની ભલામણોનાં કારણે વિવાદ ચાલી રહ્યો છે, જેનું સીધું નુકસાન ખેલાડીઓને થઇ રહ્યું છે.

જ્યારે બીજી તરફ વિનોદ રોયનાં અધ્યક્ષતામાં નિમાયેલ સમિતિ ક્રિકેટર્સની ફી ચુકવણી માટે નવો પ્લાન બનાવી રહ્યા છે. જ્યારે મુંબઇ ક્રિકેટ એસોસિએશનાં સંયુક્ત સચિવ ઉમેશ ખનવિલકરે કહ્યું કે, અમારા તરફથી કેટલીક રકમ ચુકવવામાં આવી છે પરંતુ બીસીસીઆઈ તરફથી પૈસા નથી મળ્યા. એક અહેવાલ અનુસાર, જમ્મુ-કાશ્મીરની સ્થિતિ વધુ ગંભીર છે કારણ કે ત્યાંતો ખેલાડીઓને રાજ્ય સંઘ પાસેથી પણ પૈસા નથી મળ્યા.