loader

Breaking News


Home > Health > વાઉ! માનસિક તણાવ ઓછો કરવો હોય તો રોજ ઠંડા પાણીથી નહાવો.


Foto

વાઉ! માનસિક તણાવ ઓછો કરવો હોય તો રોજ ઠંડા પાણીથી નહાવો.

March 26, 2018, 12:01 p.m.
      Whatsapp   

માનવમિત્ર,લંડન:ગરમ કરતાં ઠંડા પાણીએ સ્નાન કરવાથી માનસિક તણાવ અને લોહીનાં દબાણમાં ઘટાડો થાયછે.આ ઉપરાંત માંસપેશી મજબુત બનવાથી માંડીને ઈમ્યુન સિસ્ટમને પણ ફાયદો કરેછે તેવું એક સંશોધને સાબિત કરી આપ્યું છે.એક હેલ્થ પત્રિકામાં છપાયેલા આર્ટીકલ મુજબ ૯૦ દિવસ સુધી સતત ઠંડાએ નહાવાથી ૨૯ ટકા લોકોની તબિયતમાં સુધારો થયો હતો.ઠંડા પાણીથી નહાવાથી માત્ર શરીર પર કમકમાટી આવે છે તેના સિવાય ખાસ કોઈ ફર્ક પડતો નથી એમ સંશોધનમાં સાબિત થયું છે.આ અભ્યાસમાં જણાવ્યાં મુજબ નિયમિત કોલ્ડ શાવારથી શરદી, ફ્લુ કે કોઈ બીમારી પણ થતી નથી.આ ઉપરાંત ઠંડા પાણીથી જે ઊર્જા મળે છે તે કેફીન કરતાં પણ વધારે છે.હાથ પગને ઠંડી થોડી માત્રામાં લાગે છે, પછી રાહતનો અનુભવ થાય છે.નુકસાનકારક રસાયણો બહાર નીકળી જાય છે.આથી તણાવ ઓછો થવા લાગેછે.બીજી બાજું અતિ ઠંડા પાણીથી મગજને ઝાટકો લાગતો હોવાથી ડીપ્રેશન જેવી સ્થિતિ સર્જાય છે.ઠંડા અને ગરમ પાણીથી નહાવું એ પણ ઘણાં લોકોને આદત હોય છે.જોકે અમુક લોકો એમ પણ માને છે કે ઠંડા પાણીથી માંસપેશીઓની ફેલેકસિબિલિટી ઘટે છે.

ઉંમરલાયક વ્યક્તિ હોય અને હદયને લગતી કોઈ બીમારી હોય તો બેભાન થઈ શકે છે અથવા તેનાં શરીરને કોઈ નુકશાન પણ થઈ શકે છે.કોલ્ડ શાવરને લગતા ખાસ કીલીનિક્લ ટ્રાયલ થયાં નથી પરંતુ ગરમ પાણીથી નહાવાથી અંડકોષનું તાપમાન વધી જાય છે, આ ઉપરાંત સ્પમ કાઉન્ટમાં પણ ઘટાડો થાય છે.