loader

Breaking News


Home > National > યેદીયુરપ્પાએ શપથ લેતા ભડક્યા માયાવતી, કહ્યું સંવિધાન નષ્ટ કરી રહી છે ભાજપ


Foto

યેદીયુરપ્પાએ શપથ લેતા ભડક્યા માયાવતી, કહ્યું સંવિધાન નષ્ટ કરી રહી છે ભાજપ

May 18, 2018, 4:23 a.m.
      Whatsapp   

માનવમિત્ર, લખનૌ : કર્ણાટકમાં ભાજપની સરકાર બનતા જ સમગ્ર વિપક્ષ ભડકી ઉઠ્યો છે. બી.એસ. યેદીયુરપ્પાએ શપથ લીધા બાદ કોંગ્રેસ સડકો પર આવીને ધરણા કરી રહી છે ત્યારે બીજી બાજુ બસપા સુપ્રીમો માયાવતીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. માયાવતીએ જણાવ્યું હતું કે ભાજપ જ્યાંથી સત્તામાં આવી છે ત્યારથી બાબાસાહેબે બનાવેલા સંવિધાનને નષ્ટ કરવામાં લાગી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભાજપ સરકારી મશીનરીનો ઉપયોગ કરીને લોકતંત્ર પર હુમલા કરી રહી છે. ઉલ્લેખનીય છે કે કર્ણાટક વિધાનસભા ચુંટણીમાં બસપાએ જેડીએસ સાથે ગઠબંધન કર્યું હતું. બસપા એક બેઠક જીતવામાં સફળ રહી છે. રાજ્યનાં ચુંટણી પરિણામોમાં કોઈ પક્ષને બહુમતી મળી નથી. ભાજપને ૧૦૪, કોંગ્રેસને ૭૮, જેડીએસને ૩૭, બસપાને એક તેમજ અન્યનાં ફાળે ૨ બેઠકો આવી છે.