loader

Breaking News


Home > National > કર્ણાટકનાં ત્રીજી વખત CM બન્યાં યેદિયુરપ્પા, રાજભવનમાં લીધા શપથ


Foto

કર્ણાટકનાં ત્રીજી વખત CM બન્યાં યેદિયુરપ્પા, રાજભવનમાં લીધા શપથ

May 17, 2018, 9:55 a.m.
      Whatsapp   

માનવમિત્ર, બેંગ્લોર : કર્ણાટકમાં ભારે મથામણને અંતે રાજ્યપાલ વજુભાઈ વાળાએ ભાજપને સરકાર રચવાનું આમંત્રણ આપતા આજે સવારે વિધિવત રીતે યેદિયુરપ્પાએ શપથ લીધા હતા. જો કે મંત્રીમંડળ હાલ શપથ નહી લઇ શકે. આ શપથવિધિ રોકવા માટે કોંગ્રેસ સુપ્રિમ કોર્ટ પહોંચી હતી પણ કોર્ટે રાજ્યપાલનો નિર્ણય માન્ય રાખ્યો હતો.

જો કે સુપ્રિમ કોર્ટે ભાજપ સમર્થક ધારાસભ્યોનું લિસ્ટ માંગ્યું છે તેમજ રાજ્યપાલને આપવામાં આવેલા સમર્થનપત્રની પણ માંગ કરી છે. સુપ્રિમ કોર્ટ હવે આ મુદ્દે શુક્રવારે સવારે ૧૦:૩૦ વાગ્યે વધુ સુનાવણી હાથ ધરશે. રાજ્યપાલે મોડીરાત્રે ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું તેમજ યેદિયુરપ્પાને ૧૫ દિવસમાં બહુમતી સાબિત કરવાનો સમય આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભાજપ વિધાનસભા ચુંટણીમાં ૧૦૪ બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે.