loader

Breaking News


Home > Health > ગુસ્સો, તણાવ અને રોગની એક માત્ર દવા યોગ, જુઓ તેના ફાયદાઓ વિગતવાર


Foto

ગુસ્સો, તણાવ અને રોગની એક માત્ર દવા યોગ, જુઓ તેના ફાયદાઓ વિગતવાર

Feb. 13, 2018, 7:59 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આજનાં દોડધામભર્યા જીવનમાં ગુસ્સો આવી જાય તે સ્વાભાવિક છે. ઘણા લોકો ઓફિસમાં વધુ કામ હોવાનાં કારણે ગુસ્સામાં આવી જાય છે તો ઘણા લોકો તણાવમાં જતા રહે છે. આ જીવનની એક વાસ્તવિકતા બની ગઇ છે. ગુસ્સો અને તણાવમાં રહેતા લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટતી જાય છે. જો તમે ગુસ્સો અને તણાવ મુક્ત જીવન ઇચ્છો છો તો યોગ તમારી મદદ કરી શકે છે.



આજનાં યુગમાં યોગનું ઘણું મહત્વ છે. દુનિયાનાં લગભગ દરેક દેશ માને છે કે યોગથી ગુસ્સા પર કાબુ મેળવી શકાય છે. યોગ કોઇ પણ વ્યક્તિને માનસિક અને શારીરિક સ્તર પર મજબુત બનાવવા માટે અસરકારક છે. આજે દુનિયાનાં દરેક દેશ યોગને પ્રધાન્ય આપી શારીરિક અને માનસિક રીતે મજબુત બન્યા છે. જો ઓફિસનાં કામથી તમારા સ્વભાવમાં પરિવર્તન આવી રહ્યુ છે, તમે નાની નાની વાતો પર ગુસ્સો કરો છો, તો યોગ તમારા માટે અનુકુળ ઉપાય કહી શકાય. યોગ દ્વારા તમને શું ફાયદો થઇ શકે જુઓ આગળ.



યોગ કરવાના ફાયદાઓ

યોગમાં ઘણા એવા આસન છે જેનો અભ્યાસ કરીને તમે પેટ સંબધિત રોગોને દુર કરી શકો છો, જેવા કે કબજીયાત, અપચો, પેટનું વધવુ.

જે લોકોને ઉંગ ન આવતી હોય અથવા વારંવાર ઉંગમાથી ઉઠી જવાની આદત હોય તેવા લોકો યોગ કરી આ સમસ્યાને દુર કરી શકે છે.

નિયમિત યોગાસન કરતા લોકો તણાવ, ઉન્માદ, ગભરામણ અને ગુસ્સા જેવી માનસિક વિકૃતિઓને દુર કરે છે. સાથે તમે તમારા ચહેરા પર આવતી કરચલીઓને દુર કરી શકો છો અને ચહેરાને ચમકાવી શકો છો. નિયમિત યોગાસન તમારા શરીરનાં લોહીને શુદ્ધ બનાવે છે અને તમારુ લાંબુ અને નિરોગી આયુષ્ય બનાવવામાં મદદ કરે છે.


ઘણા લોકો ગળાનાં દુખાવો, કમરનો દુખાવો, ઘૂંટણનો દુખાવો અને માથાનાં દુખાવાથી ખુબ ચિંતિત રહેતા હોય છે તેમના માટે યોગનો નિયમિત અભ્યાસ દુખાવો દુર કરવામાં અસરકારક સાબિત થઇ શકે છે.

પોતાના જીવનમાં જે લોકો યોગને મહત્વ આપે છે તે લોકો હ્રદયની બિમારી અને ફેંફસાની બિમારીથી દુર રહી શકે છે. આ સિવાય યોગથી મનની સ્થિરતા અને સંકલ્પ શક્તિને વધારી શકાય છે. 


દુનિયામાં ઘણા લોકો પેટ અને કમરની ચરબીથી દુખી થતા જોવા મળી રહ્યા છે ત્યારે યોગ તમને આ ચરબીને ઉતારવામાં મદદ કરી શકે છે.