loader

Breaking News


Home > National > લદ્દાખમાં ૧૯ હજાર ફીટની ઉંચાઈ પર જવાનોએ કર્યો યોગ


Foto

લદ્દાખમાં ૧૯ હજાર ફીટની ઉંચાઈ પર જવાનોએ કર્યો યોગ

June 21, 2018, 10:45 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનાં અવસર પર સમગ્ર દુનિયામાં અલગ અલગ સ્થળોએ લોકો યોગ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન દેશનાં જવાનોએ પણ યોગ કર્યો હતો. ITBP નાં જવાનોએ યોગ દિવસ પર જમ્મુ કાશ્મીરના લડાખમાં ૧૯,૦૦૦ ફીટની ઉંચાઈ પર યોગ કર્યો હતો. અહીનું તાપમાન -૪૦ સુધી પહોંચી જાય છે.

રોહતાંગની પાસે લગભગ ૧૩,૨૦૦ ફીટની ઉંચાઈ પર ITBP નાં જવાનોએ યોગ કર્યો હતો.હિમ મરુસ્થલ તરીકે ઓળખાતાં લડાખમાં ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે આઈટીબીપીનાં જવાનોએ સૂર્યનમસ્કાર કાર્ય હતા. વધુમાં દહેરાદુન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ યોગ કર્યા હતા.