loader

Breaking News


Home > Health > યોગ આરોગ્ય જાળવવામાં કરશે મદદ


Foto

યોગ આરોગ્ય જાળવવામાં કરશે મદદ

March 7, 2018, 8:36 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દરેક વ્યક્તિએ વ્યવસાય, ખોરાક અને લાઇફસ્ટાઇલ મુજબ કસરતો નક્કી કરવી જોઇએ. મગજનું કામ કરનાર લોકોને શરીરનાં બધા ભાગ બરાબર કામ કરતા રહે તે માટે બોલીંગ બાગકામ, ગોલ્ફ, ચાલવું વગેરે કસરતો કરવી આવશ્યક છે. આજે દુનિયામાં મોટા ભાગનાં લોકો યોગ કરતા જોવા મળે છે. યોગ આરોગ્ય જાળવવામાં ઘણી મદદ કરી શકે છે.




આરોગ્યલક્ષી શરીરનાં બધા સ્નાયુઓને કામ કરવાની સાથે શરીરમાં બધા હોર્મોન પ્રમાણસર ઝરતા થાય તે પણ જરૂરી હોય છે. શરીરમાં આવતા રોગને પહોચી વળવા યોગ એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. જો તમે ચાહો છો કે તમારુ જીવન નિરોગી બને તો આજે જ યોગ કરવાનું શરૂ કરવુ જોઇએ. આજે દુનિયાનાં લગભગ દરેક દેશ યોગને મહત્વ આપી રહ્યા છે. નિયમિત યોગ કરવાથી તમારા શરીરમાં રહેલા રક્તનો પ્રવાહ યોગ્ય બને છે. નાની બિમારીથી તમને દૂર રાખે છે અને એક સારા જીવનનો આનંદ આપે છે.