loader

Breaking News


Home > National > યોગી આદિત્યનાથે શિવસેના પર કર્યા આકરા પ્રહારો, શું કહ્યુ જાણો


Foto

યોગી આદિત્યનાથે શિવસેના પર કર્યા આકરા પ્રહારો, શું કહ્યુ જાણો

May 24, 2018, 1:51 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શિવસેના લઇને એક વિવાદિત નિવેદન આપતા રાજકીય માહોલ ગર્માયો છે. 28મેનાં દિવસે યોજાનાર પાલઘર લોકસભાની પેટાચુંટણીને ધ્યાને રાખી ભાજપનાં ઉમેદવારની તરફેણમાં ચુંટણી પ્રચાર કરવા માટે પહોચેલા યોગી આદિત્યનાથે શિવસેના પર આકરા પ્રહારો કરતા કહ્યુ કે, આજે શિવસેના બાલ ઠાકરેવાળી પાર્ટી રહી નથી. શિવસેનાએ ભાજપની પીઠમાં ખંજર ભોંખી દીધો છે. શિવસેનાનાં સ્થાપક બાલ ઠાકરેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યુ હતુ કે, શિવસેનાનાં કર્મ મરાઠા યોદ્ધા મહારાજા છત્રપતિ શિવાજી મહારાજ કરતા બિલકુલ અલગ છે.



શિવસેના પર યોગીએ આક્ષેપોનો મારો જારી રાખ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે પેટાચૂંટણીમાં પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ ચિંતામન વનગાના પુત્રને મેદાનમાં ઉતારીને શિવસેનાએ ભગવા દળના આંતરિક મામલામાં દરમિયાનગીરી કરવાના પ્રયાસ કર્યા છે. યોગીએ કહ્યુ હતુ કે જે રીતે આ પાર્ટીએ પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતારીને ભાજપની પીઠમાં ઘા કર્યો છે તેનાથી તેઓ કહી શકે છે કે બાલ ઠાકરેનાં આત્માને દુખ થયુ હશે. યોગીએ કહ્યુ હતુ કે, બાલા સાહેબ હમેંશા આગળ આવીને નેતૃત્વ કરતા હતા. આજની શિવસેનાએ પીઠ પાછળ ઘા કર્યો છે. તેમણે કહ્યુ હતુ કે બાલ ઠાકરેવાળી શિવસેના હવે રહી નથી. યોગીએ શિવસેનાની તુલના અફજલ ખાન સાથે કરી હતી. તેમણે કહ્યુ હતુ કે આ પેટાચૂંટણી સરકારની સ્થિરતા પર કોઇ અસર કરશે નહી પરંતુ એક સંદેશ ચોક્કસપણે જશે કે ભારત માત્ર મોદીનાં નેતૃત્વમાં જ પ્રગતિ કરી શકે છે. આ ટિપ્પણી યોગીએ એ વખતે કરી છે જ્યારે બુધવારે જેડીએસનાં નેતા કુમારસ્વામીનાં શપથમાં તમામ બિન ભાજપ નેતાઓ પહોંચ્યા હતા. યોગીએ કહ્યુ હતુ કે ભાજપની સામે માહોલ બનાવવા માટેનાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

બીજી બાજુ શિવ સેનાએ પણ પ્રહારો કર્યા હતા. ઉદ્ધવે કહ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર ચુંટણી વેળા જ દેશમાં દેખાય છે ત્યારબાદ વિદેશ જતા રહે છે. ઉદ્ધવ ઠાકરે પણ પાલઘર લોકસભા પેટાચુંટણી માટે પાર્ટીનાં ઉમેદવારનાં પ્રચાર માટે પહોંચ્યા હતા. તેઓએ વસઇમાં રેલી યોજી હતી.