loader

Breaking News


Home > National > સીએમ યોગી એનડી તિવારીનાં પાર્થીવ શરીરની સામે ઠહાકા લગાવતા નજરે ચઢ્યા


Foto

સીએમ યોગી એનડી તિવારીનાં પાર્થીવ શરીરની સામે ઠહાકા લગાવતા નજરે ચઢ્યા

Oct. 22, 2018, 12:16 p.m.
      Whatsapp   

માનવમિત્ર, લખનઉ : શોક સભામાં જઇને સામે રહેલા પાર્થિવ શરીરને નમન કરવુ અને ત્યા રહેલા વાતાવરણ મુજબ પ્રતિક્રિયાઓ આપવી આપણે તે એક સહજ વાત છે. પરંતુ પાર્થીવ શરીરની સામે ઠઠા મસકરી કરી હસતા વ્યક્તિને આપણા દેશનાં સમાજીક રીત રિવાજો મુજબ અયોગ્ય ગણવામાં આવે છે. તેવો જ એક કિસ્સો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો છે જ્યા યુપીનાં સીએમ યોગી આદિત્યનાથ યુપીનાં પૂર્વ સીએમ એનડી તિવારીની શોક સભામાં આવ્યા બાદ તેમના પાર્થીવ શરીરની સામે હસતા કેમેરામાં જડપાયા હતા. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા ઘણો વાયરલ થઇ રહ્યો છે.પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીનાં નિધન બાદ અલગ-અલગ રાજ્યોમાં તેમની શોક સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ, વળી તેમની અસ્થિ કળસ યાત્રા દરમિયાન ઘણા રાજનીતિક દિગ્ગજોનો હસતો ચહેરો કેમેરામાં જડપાયો હતો, જેને લઇને તેમની સોશિયલ મીડિયામાં ઘણી નિંદ કરવામાં આવી હતી. હવે આ કામ યુપીનાં સીએમ યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવ્યુ છે. યોગી આદિત્યનાથ યુપીનાં પૂર્વ સીએમ એનડી તિવારીનાં શ્રદ્ધાંજલિ સમારોહમાં હાજરી આપી હતી જ્યા તેઓ યુપી સરકારનાં મંત્રી મોહસિન રજા અને આશુતોષ ટંડન સાથે હસતા નજરે ચઢ્યા હતા. આ મુદ્દે વિપક્ષે સીએમ યોગી આદિત્યનાથનાં આ વર્તણૂકની કડક શબ્દોમાં નિંદા કરી હતી. સપા તરફથી કહેવામાં આવ્યું કે, આ જ ભાજપનું અસલી ચરિત્ર છે, સામે પાર્થીવ શરીર છે અને તે હસી રહ્યા છે. તેમની અંદર રહેલી માણસાઇ મરી ગઇ છે.

વળી કોંગ્રેસ પાર્ટી પ્રવક્તા જીશાન હૈદર તરફથી કહેવામાં આવ્યુ કે, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીની અંતિમ યાત્રા હોય કે એનડી તિવારીજીની ભાજપ માટે આવો અવસર માત્ર એક ઇવેંટ જ છે. જીશાન હૈદરે આ વીડિયોને પોતાના ટ્વીટર એકાઉન્ટથી શેયર કર્યો અને સાથે લખ્યુ કે આ છે અમારા પ્રદેશનાં મુખ્યમંત્રી બિહારનાં રાજ્યપાલ જે એનડી તિવારીજીને શ્રદ્ધા સુમન અર્પિત કરી રહ્યા છે.