loader

Breaking News


Home > Health > જિમ અને ડાયેટથી તમે ફીટ રહી શકો છો, તંદુરસ્ત જીવન માટે છે આવશ્યક


Foto

જિમ અને ડાયેટથી તમે ફીટ રહી શકો છો, તંદુરસ્ત જીવન માટે છે આવશ્યક

Sept. 8, 2018, 10:38 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : શહેરનાં ન્યુ નિકોલ ખાતે ફિટ ફેક્ટર રિજનલ વિજેતા રોની સિંઘ, પવન ચૌહાણ, વિશાલ પટેલ અને જિમી સિંઘનાં રિયલ મસલ્સ જિમનું બોલીવુડ એક્ટર અને ઇન્ડિયન ફિટનેસ આઇકોન સાહિલ ખાનનાં હસ્તે શુભારંભ કરવામાં આવ્યું હતું.



આ પ્રસંગે ડબલ્યુબીએફએફ ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન ગૌરભ ચક્રબોરતી, ફિટનેસ મોડેલ પૂજા શર્મા, ડબલ્યુ બીએફએફ ફિટનેશ મોડેલ શશાંક સિંઘ, મિસ્ટર ઓલિમ્પિયાડ ઇન્ડિયા નીરજ સિંઘ પવાર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બોલીવુડ સ્ટાર અને ફિટનેસ આઇકોન સાહિલ ખાને નાગરિકોને ખાસ કરીને યંગસ્ટર્સને શીખ આપતાં જણાવ્યું હતું કે, આજકાલ લોકોમાં જિમ અને યોગાનો ક્રેઝ વધ્યો છે, કારણ કે લોકોની લાઈફસ્ટટાઈલ એ પ્રકારની થઇ ગઇ છે અને તેથી મેદસ્વીતા, ફેટનું પ્રમાણ પણ ખુબજ વધી રહ્યું છે.

લોકો પોતાની હેલ્થ પ્રત્યે જાગૃત રહેતા નથી પરંતુ આજકાલ ખુબજ અદ્‌ભૂત ટેક્નોલોજીવાળા જિમ અને ફીટનેસ ટ્રેનરનાં લીધે લોકોનું જિમ તરફનું આકર્ષણ વધ્યું છે જે ખુબજ સારું છે. કેમકે જિમ અને ડાયટનાં કારણે તમે પોતાની જાતને વધુ સ્ફૂર્તિભર્યું અને નિરોગી રાખી શકો છો. એટલું જ નહી, જિમ અને નિયમિત કસરતથી તમે અનેક બીમારી સામે રક્ષણ મેળવી શકો છો.