loader

Breaking News


Home > Bollywood > અમદાવાદનાં આ યુવાનને રણવીર સિંહે જન્મદિવસની પાર્ટીમાં આપ્યું આમંત્રણ


Foto

અમદાવાદનાં આ યુવાનને રણવીર સિંહે જન્મદિવસની પાર્ટીમાં આપ્યું આમંત્રણ

July 7, 2018, 1:46 p.m.
      Whatsapp   

માનવમિત્ર, હૈદરાબાદ : બોલિવુડનાં સેલિબ્રિટી સાથે ફોટો પડાવવો કોને ન ગમે? અને જો તેમા પણ વાત કરીએ તમારા ફેવરીટ સેલિબ્રિટીની તો જાણે દુનિયાનું સૌથી મોટું સુખ મળી ગયુ હોવાનો અનુભવ થઇ જાય. તેવો જ એક બોલિવુડ સેલિબ્રિટીનો ફેન જેનું નામ અંકિત ગાંધી છે, જેણે અત્યાર સુધીમાં મોટા ભાગનાં સેલિબ્રિટી સાથે ફોટા પડાવ્યાં છે. જેમ દરેક વ્યક્તિનો કોઇ ખાસ ગમતો સેલિબ્રિટી ચહેરો હોય તેમ અંકિતને પણ એક ચહેરો જેનું નામ રણવીર સિંહ છે, જે તેને ઘણો પસંદ છે.



બોલિવુડનાં બીજા સલમાન કહેવાતા રણવીર સિંહ સાથે પણ અંકિતે ફોટો પડાવ્યો છે. અંકિત રણવીર સિંહનો ઘણો મોટો ફેન છે. અંકિત રણવીરનો કેટલો મોટ ફેન છે તે આ વાતથી સમજી શકાય કે રણવીર સિંહ પોતે જ અંકિતને પોતાના બર્થ ડે પર હૈદરાબાદ આવવાનું આમંત્રણ આપ્યું હતું. ગઇ કાલે 6 જુલાઇ શુક્રવારનાં રોજ રણવીર સિંહનો બર્થ ડે હતો. રણવીર સિંહે પોતાનો જન્મદિવસ અંકિત ગાંધી સાથે હૈદરાબાદમાં ઉજવ્યો હતો. તમને જણાવી દઇએ કે હાલમાં રણવીર સિંહ રોહિત શેટ્ટી નિર્દેશક ફિલ્મ સિમ્બામાં રામોજી ફિલ્મ સીટીમાં શૂટીંગ કરી રહ્યો છે.