loader

Breaking News


Home > Gujarat > યુથ કોંગ્રેસ દ્વારા મૌન રેલી કાઢી ભાનુભાઇને શ્રધ્ધાજંલી આપવામાં આવી


Foto

યુથ કોંગ્રેસ દ્વારા મૌન રેલી કાઢી ભાનુભાઇને શ્રધ્ધાજંલી આપવામાં આવી

Feb. 20, 2018, 4:47 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : પાટણ કલેક્ટર કચેરી આગળ આત્મવિલોપન કરનાર ભાનુભાઇને અમદાવાદ યુથ કોંગ્રેસ દ્વારા શ્રધ્ધાજંલી આપવામાં આવી હતી. ગુજરાત યુથ કોંગ્રેસ જનરલ સેક્રેટરી વિપુલ પરમારની આગેવાનીમાં મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તેમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઇને ભાનુભાઇને શ્રધ્ધાજંલી અર્પણ કરી હતી.



દલિત સામાજીક કાર્યકર્તા ભાનુભાઇ આ પહેલા પાટણ ખાતે આવેલ કલેક્ટર કચેરીમાં સરકાર દ્વારા જમીન સોપણીની માંગ ન સ્વીકારાતા આત્મવિલોપન કર્યુ હતુ. ત્યાર બાદ તેમને અપોલો હોસ્પીટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. અપોલોમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ સ્વાશ લીધો હતો. તેમની આત્માની શાંતિ માટે આજે ગુજરાત યુથ કોંગ્રેસ જનરલ સેક્રેટરી વિપુલ પરમારની આગેવાનીમાં મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

ભાનુભાઇ પરમારનાં મૃતદેહને પીએમ માટે સીવીલ હોસ્પીટલ ગાંધીનગર ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યા તેમના પરિવારજનોએ માંગણી કરતા સરકારને જણાવ્યું હતુ કે, જ્યા સુધી સરકાર તેમની માંગને પુરી નહી કરે ત્યા સુધી ભાનુભાઇનાં પાર્થીવ દેહને તે સ્વીકારશે નહી. આ સમગ્ર મામલે દલિત નેતા અને વડગામનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ભાનુભાઇનાં પરિવારજનોને તે ખાતરી આપી હતી કે સરકારને તેમની માંગણીઓનો સ્વીકાર કરવો જ પડશે. આ મામલે સરકારે બેકફુટમાં આવી અંતે સમગ્ર માંગણીઓને સ્વીકાર કરી હતી.