loader

Breaking News


Home > National > રાફેલ ડીલ સહીત મોદી સરકારની જનવિરોધી નીતિઓ વિરુદ્ધ યુથ કોંગ્રેસે કર્યો સંસદ ઘેરાવ


Foto

રાફેલ ડીલ સહીત મોદી સરકારની જનવિરોધી નીતિઓ વિરુદ્ધ યુથ કોંગ્રેસે કર્યો સંસદ ઘેરાવ

July 27, 2018, 1:50 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : રાફેલ ડીલ સહીત મોદી સરકારની ઘણી જન વિરોધી નીતિઓ વિરુદ્ધ યુથ કોંગ્રેસે સંસદનો ઘેરાવ કર્યો હતો. યુથ કોંગ્રેસે દાવો કર્યો હતો કે તેમનું આંદોલન મોદી સરકારની ભ્રષ્ટ નીતિઓને પર્દાફાશ કરશે અને બેરોજગારી, મોંઘવારી, ખેડૂતો અને દલિત - મહીલા ઉત્પીડનનાં સવાલો સામે લાવશે.

યુથ કોન્ગ્રેસનાં કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે ભાજપનાં શાસનમાં દેશની અંદર અસ્થિરતાનો માહોલ ચરમસીમા પર છે. સરકાર દ્વારા આપવામાં આવેલ બે કરોડ નોકરીનું વચન ખોટું સાબિત થયું છે. આ સરકાર સામે યુવાનો પોતાના હકની લડાઈ લડવા માટે સંસદનો ઘેરાવ કરશે. આ ઘેરાવનાં માધ્યમથી સરકારને ચેતવણી આપવામાં આવશે.

યુથ કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ કેશવચંદ યાદવે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી કહેતા હતા કે કોઈ સરકારનાં કામોની સમીક્ષા કરવી હોય તો તે સરકારમાં ખેડૂતો અને ગામડાઓની દશા જાણી લેવી જોઈએ તેનાથી દેશની હાલત ખબર પડી જશે. આજે દેશમાં બંનેની હાલત ખરાબ છે.