loader

Breaking News


Home > National > કૃષિ ક્ષેત્રે યુવાનોને નથી રહ્યો રસ, 2007 બાદ 4 ટકા જ યુવાનો જોડાયાઃ રિપોર્ટ


Foto

કૃષિ ક્ષેત્રે યુવાનોને નથી રહ્યો રસ, 2007 બાદ 4 ટકા જ યુવાનો જોડાયાઃ રિપોર્ટ

Aug. 6, 2018, 11:24 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ઓર્ગેનિક ખેતી અને હેલ્થી ફુડિંગનાં વધતા પ્રવાહનાં કારણે દેશનાં કૃષિ ક્ષેત્રમાં રોજગારની તકોમાં ઉલ્લેખનીય વધારો થઇ રહ્યો છે પરંતુ આ ક્ષેત્રમાં યુવાનોને વધારે રસ દેખાઇ રહ્યો નથી. રોજગારીની તક વધી રહી હોવા છતાં આ ક્ષેત્રમાં પ્રવેશ કરવાની યુવાનોની ઇચ્છા ઓછી છે.



કૃષિનાં ક્ષેત્રમાં યુવાનોનો ઉત્સાહ ઘટતા સરકાર પણ ચિંતાતુર દેખાઇ રહી છે. ઓનલાઇન જોબ સર્ચ પ્લેટફોર્મ ઇંડિડ ડોટ કોમ દ્વારા જ જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યુ છે કે ગયા વર્ષે જાન્યુઆરીથી લઇને ડિસેમ્બર વચ્ચેનાં અકીલા ગાળામાં જ કૃષિ સંબંધિત નોકરીને લઇને સર્ચ ટકાવારી ૨૫ ટકા રહી છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યુ છે કે ભારતીય ખેડુતો ખેતી કરવા માટે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. સરકારે પણ બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે પગલા લેવાની અને રાહતોનો વરસાદ કર્યો હતો. જેના કારણે વિકાસની તકો વધી ગઇ છે. સરકારનેં લક્ષ્ય ૨૦૨૨ સુધી ખેડુતોની આવકને બે ગણી કરવાનો છે. આર્થિક સર્વેમાં પણ આ બાબત સપાટી પર આવી છે. આર્થિક સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વર્ષે કૃષિ ક્ષેત્રમાં ૨.૧ ટકાનાં દરે વધારો થવાના સંકેત દેખાઇ રહ્યા છે. દેશભરમાં નોકરીની સુરક્ષા, ક્ષેત્રમાં રોજગારી સંબંધિત જાગૃતતા અને કુશળ લોકોની કમીનાં કારણે કૃષિ ક્ષેત્રમાં યુવાનોનો રસ ઘટી રહ્યો છે.