loader

Breaking News


Home > Sports > યુવરાજસિંહે ક્રિસ ગેલને બતાવ્યો દુનિયાનો સૌથી ખતરનાક બેટ્સમેન


Foto

યુવરાજસિંહે ક્રિસ ગેલને બતાવ્યો દુનિયાનો સૌથી ખતરનાક બેટ્સમેન

April 27, 2018, 8 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આઈપીએલ ૧૧ની હરાજી દરમિયાન ક્રિસ ગેસ પર કોઇએ દાવ નહોતો લગાવ્યો. ત્યાર બાદ પંજાબે ૨ કરોડ રૂપિયામાં તેને ખરીદ્યો હતો. જે પછી ગેલે ન માત્ર આઈપીએલમાં શાનદાર બેટીંગ કરી પરંતુ બધાને એમ પણ બતાવી દીધું કે તે આજે પણ વિશ્વનો સૌથી ખતરનાક બેટ્‌સમેન છે. આઈપીએલમાં ગેલના દેખાવ બાદ ભારતનો સ્ટાર બેટ્‌સમેન અને પંજાબની ટીમનો જ સાથી યુવરાજ સિંહ પણ પ્રશંસક બની ગયો છે. યુવરાજ સિંહે ગેલને લઈ એક મોટી વાત કરી. યુવરાજે કહ્યું કે, ‘હું તેની બેટિંગનો પૂરે પૂરો આનંદ લઈ રહ્યો છું. ક્રિસ મેદાનની અંદર અને બહાર પણ મારો સારો મિત્ર છે અને વિશ્વનો ખતરનાક બેટ્‌સમેન પણ. હું તેના પ્રદર્શનથી ઘણો ખુશ છું.’ 



આઇપીએલની સૌથી શ્રેષ્ઠ ટીમ અંગે તેણે કહ્યું કે, ચેન્નઇ સુપર કિંગ્સ સતત સારું પ્રદર્શન કરી રહી છે અને કોલકાતા નાઇટ રાઇડર્સ પણ સારું રમી રહી છે. મને લાગે છે કે આઇપીએલમાં આ બંને ટીમો સારી છે. યુવરાજ સિંહ આઇપીએલમાં અત્યાર સુધી ખાસ કમાલ દેખાડી શક્યો નથી. સોમવારે પણ તે માત્ર ૧૪ રન બનાવીને આઉટ થયો હતો. આઈપીએલ ૨૦૧૮માં યુવરાજ સિંહ કુલ મળીને ૫૬ બોલ રમ્યો છે.