loader

Breaking News


Home > Sports > યુવરાજસિંહની માતાનું મોટું નિવેદન, કોહલીના કર્યા વખાણ


Foto

યુવરાજસિંહની માતાનું મોટું નિવેદન, કોહલીના કર્યા વખાણ

Sept. 21, 2017, 4:19 p.m.
      Whatsapp   

ભારતીય ક્રિકેટ ટીમનો ખેલાડી યુવરાજસિંહ પોતાની બેટિંગને લઇને દુનિયામાં પ્રખ્યાત છે. પરંતુ તાજેતરની ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં તેને ટીમમાં સ્થાન મળ્યું નથી. યુવરાજસિંહને ભારતીય ટીમમાં સામેલ ન કરવાને લઇને કરવામાં આવતી અટકળો વચ્ચે તેની માતા શબનમસિંહે વિરાટ કોહલીનાં બચાવમાં જણાવ્યું છે કે, ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીએ મારા પુત્ર યુવરાજયિંહની હંમેશા મદદ કરી છે.

યુવરાજ ટીમમાં ફરી પાછો આવશે તે વિચાર સાથે તેના ફેન ઓસ્ટ્રેલિયા સીરીઝની રાહ જોઇ રહ્યાં હતા. પરંતુ તેના આ સીરીઝથી બહાર હોવાને કારણે તેના ફેન નારાજ થયા છે. યુવરાજસિંહની માતા શબનમસિંહે પણ પોતાના પુત્રને ટીમમાં ન લેવાને લઇને નિરાશા વ્યક્ત કરી હતી. મીડિયા રિપોર્ટ મુજબ યુવરાજસિંહ ફિટનેસ ટેસ્ટ પાસ કરી શક્યો ન હોવાને કારણે ટીમમાંથી પડતો મુકાયો છે. શબનમસિંહે મીડિયાને આપેલા ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતુ કે, વિરાટે યુવરાજની હંમેશા મદદ કરી છે. વિરાટ જેવો ફિટ વ્યક્તિ ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે, તેવામાં સ્વભાવિક છે કે, તે ઈચ્છે કે, તેની આજુબાજુ પણ એવું જ વાતાવરણ રહે અને તે સારી વાત છે. તેમનુ કહેવું છે કે યુવીને ટીમમાં ના લેવાથી હુ નિરાશ છુ પરંતુ ફિટનેસના નિયમ બધા માટે એકસરખા છે.

શબનમ સિંહે કહ્યું કે યુવરાજ સરળતાથી હાર માનતો નથી અને મને આશા છે કે ફિટનેસને તે એક પડકારના રૂપમાં લેશે. તે પોતાની મહેનતથી ફિટનેશને મેળવી લેશે. શબનમસિંહે યુવરાજસિંહના રિટાયર થવાના પ્રશ્ન પર તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, બીજા લોકોને આનો નિર્ણય કરવાનો હક નથી. શબનમસિંહે કહ્યું કે, યુવરાજ ક્રિકેટ પ્રતિ પ્રેમ હોવાના કારણે રમે છે અને તેઓ પોતાની પ્રતિભા પહેલા જ સાબિત કરી ચૂક્યો છે. તેનું જ્યારે મન કરશે ત્યારે જ તે નિવૃતિ લેશે. ફિટનેસને લઇને જે સમસ્યા છે તેને તે થોડા સમયમાં દુર કરી દેશે તે મારો વિશ્વાસ છે.

હાર્દિક શાહ