loader

Breaking News


Home > Gujarat > ઝીકા વાઇરસ : ૩૦૦ લોકોનાં બ્લડ સેમ્પલની તપાસ કરાઈ


Foto

ઝીકા વાઇરસ : ૩૦૦ લોકોનાં બ્લડ સેમ્પલની તપાસ કરાઈ

Oct. 27, 2018, 3:44 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : શહેરમાં મચ્છરજન્ય રોગચાળા ડેન્ગ્યુ અને ઝેરી મેલેરિયાના ઉપદ્રવની વચ્ચે એડિસી ઇજિપ્તી મચ્છરથી ફેલાતા ઝીકા વાઇરસે લોકોમાં ગભરાટ ફેલાવ્યો છે. ખાસ કરીને આજે શહેરના અમરાઇવાડી વિસ્તારમાં ઝીકા વાઇરસનો પોઝીટીવ કેસ સામે આવતાં હવે રાજયનું અને અમ્યુકોનું આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યું હતું અને અગમચેતીના પગલારૂપે આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ફોગીંગ મશીનથી દવાનો છંટકાવ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશનો સહિતના જાહેર સ્થળોએ મુસાફરોનું ચેકીંગ અને અન્ય આરોગ્ય વિષયક પગલાંની કાર્યવાહી શરૂ કરાઇ છે.

આરોગ્ય કમિશનર જયંતિ રવિએ આજે ઝીકા વાઇરસના એક પોઝીટીવ કેસની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે, ઝીકા વાઇરસને લઇ તમામ સારવાર અને અગમચેતીના પગલાં માટે તંત્ર અને સરકાર સજ્જ છે. બીજીબાજુ, શહેરની વીએસ હોસ્પિટલ સહિતની કેટલીક સરકારી હોÂસ્પટલમાં ઝીકા વાઇરસના દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરાયા છે. આમ તો ગઇકાલથી અમરાઇવાડી વિસ્તારમાં ઝીકા વાઇરસનાં ત્રણ શંકાસ્પદ કેસ નોંધાતાં ચકચાર મચી છે. ઝીકા વાઇરસનો કહેર ગત વર્ષની જેમ વર્તાય તે પહેલાં જ આ વખતે સરકાર અને તંત્ર કોઇ ચાન્સ લેવા માંગતુ નથી અને તેથી તાબડતોબ તંત્ર હરકતમાં આવી ગયું છે.

બીજીબાજુ, ઝીકા વાઇરસની દહેશત વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સત્તાવાળાઓ દ્વારા ગુપ્તતાના ભેદી આવરણ હેઠળ છેલ્લા પાંચ દિવસમાં સિવિલની બી.જે. મેડિકલ કોલેજની લેબમાં ઝીકા વાઇરસના ૩૦૦ શંકાસ્પદ દર્દીના લોહીના સેમ્પલ તપાસ માટે મોકલાયા છે. આમ, ઝીકા વાઇરસથી તંત્રમાં ભારે દોડધામ મચી છે. આજે રાજયના આરોગ્ય કમિશનર જયંતિ રવિ અને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, ઝીકા વાઇરસનો એક કેસ પોઝીટીવ આવ્યા બાદ તંત્ર સાબદું બની ગયું છે અને મચ્છરનો ઉપદ્રવ નિવારવા, દવાનો છંટકાવ સહિતના આરોગ્ય સેવા માટેના જરૂરી પગલાં માટે ૪૦૦થી વધુ કર્મચારીઓની જુદી જુદી ટીમો બનાવી યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.